ઠુંઠવાયું ગુજરાત : જાણો, ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

Spread the love

Gujarat Weather Update : ગુજરાતમાં હવે કાતિલ ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાતા સાંજ અને સવારના સમયે કર્ફ્યુ જેવો માહોલ છવાય ગયો છે. ત્યારે ચાલો જાણીએ ક્યાં જિલ્લામાં કેટલું તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો : હવે મેલેરિયા બની જશે ભૂતકાળ! વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા

PIC – Social Media

ગુજરાતમાં કાતિલ ઠંડીના કારણે રાજ્યના લોકો ઠુંઠવાય ગયા છે. લાંબા સમયથી ગુજરાતમાં શિયાળા દરમિયાન ઠંડીમાં વધ ઘટ જોવા મળી રહી છે. તો કેટલાક વિસ્તારમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે હવે ઠંડીમાં તીવ્ર વધારો જોવા મળતા શહેરો અને ગામડાઓમાં જાણે કર્ફ્યુ લાગી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગુજરાતના લોકોને ઠંડા પવનો ધ્રુજાવી રહ્યાં છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ક્યાં નોંધાયું સૌથી ઓછું તાપમાન?

જો રાજ્યમાં તપમાનની વાત કરીએ તો સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે અહીં તાપમાનનો પારો 11 ડિગ્રી સુધી ગગડતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ગુજરાતના 9 જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી કરતા નીચું નોધાયું છે. પાટનગર ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 13.3 ડિગ્રી, બનાસકાંઠાના ડીસામાં 14.6 ડિગ્રી, વડોદરામાં 16.2 ડિગ્રી, ભુજમાં 16.2 ડિગ્રી, રાજકોટમાં 16.8 ડિગ્રી, દ્વારકામાં 19 ડિગ્રી, સુરતમાં 22 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો : તો શું ભારતનો વધુ એક દુશ્મન દાઉદ પણ…

ગુજરાતમાં ઠંડીમાં વધારો થતા વડીલો તંદુરસ્તી જાળવવા બાગ બગીચાઓમાં મોર્નિંગ વોક પર નિકળી પડ્યાં હતા. તો બીજી બાજુ બાળકો પણ માથે ટોપી, અને ગરમ કપડાઓ પહેરી નિશાળે જતા જોવા મળી રહ્યાં છે. હવામાન વિભાગ અનુસાર હજુ પણ આગામી દિવસોમાં વાદળો તૂટતા ઠંડીની તીવ્રતામાં વધારો થશે.