રાજકોટ જીલ્લાના ઉપલેટામાં યોજાયેલ આ સમસ્ત આહિર સમાજના સમૂહ લગ્ન મહોત્સવમાં (Ahir Samaj Samuha lagna Samiti) જાનના સામૈયા ઉપલેટા શહેરના

Upleta: ઉપલેટા આહીર સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા કરાયું સમૂહ લગ્નનું આયોજન

Spread the love

Upleta: રાજકોટ જીલ્લાના ઉપલેટામાં યોજાયેલ આ સમસ્ત આહિર સમાજના સમૂહ લગ્ન મહોત્સવમાં (Ahir Samaj Samuha lagna Samiti) જાનના સામૈયા ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર કરવામાં આવ્યાં હતા. જેમાં ઠાઠ-માઠ સાથે આહીર સમાજના મહિલાઓ અને પુરૂષો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા. આ સમૂહ લગ્નના સામૈયા જોવા માટે તેમજ આ સમૂહ લગ્નમાં સામેલ થવા માટે લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઉપલેટા શહેરમાં સમસ્ત આહીર સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા તૃતીય સમુહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આયોજન માટે છેલ્લા બે મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ તૈયારીઓ બાદ ઉપલેટા શહેરના કૃષ્ણ કેક ઓઇલ મીલના ગ્રાઉન્ડ ખાતે વીસ નવદંપતિઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આયોજનમાં રાત્રી દરમિયાન યોજાયેલ સમૂહ લગ્ન મહોત્સવમાં આહીર સમાજના આગેવાનો અગ્રણીઓ તેમજ અન્ય સમાજના આગેવાનો અગ્રણીઓ પણ આ સમૂહ લગ્ન મહોત્સવમાં જોડાયા હતા. બહોળી સંખ્યામાં લોકો આ સમૂહ લગ્નમાં સહભાગી થયાં હતાં અને નવદંપત્તિઓને આશીર્વાદ આપ્યા હતા.

ઉપલેટા શહેરમાં સમસ્ત આહીર સમાજ સમુહ લગ્ન સમિતિ (Ahir Samaj Samuha lagna Samiti) દ્વારા તૃતીય સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: આયુષ્માન કાર્ડ યોજનામાં રાજકોટ જિલ્લો રાજ્યભરમાં ત્રીજા ક્રમે

જેમાં આ આયોજનની અંદર વીસ જેટલા નવદંપતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતા વીસ નવદંપતિઓએ એકી સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા છે, ત્યારે આ સમૂહ લગ્ન મહોત્સવમાં હજારોની સંખ્યામાં આહીર સમાજના આગેવાનો, અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.