કચ્છની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) અને લેડી ગવર્નર દર્શના દેવીએ કચ્છના ખાવડાથી ધોળાવીરાને જોડતા

Kutch: રણ સોંસરવા નીકળેલા રોડની મનમોહક સુંદરતા માણીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રોમાંચિત થયા

Spread the love

Kutch: કચ્છની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) અને લેડી ગવર્નર દર્શના દેવીએ કચ્છના ખાવડાથી ધોળાવીરાને જોડતા ‘રોડ ટુ હેવન’ની સફર કરી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સ્વર્ગ સમાન સુંદર રસ્તો એવા ‘રોડ ટુ હેવન’ની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આહલાદક અનુભૂતિ કરી હતી.

બંને બાજુ અફાટ રણ વચ્ચેથી સોંસરવો નીકળેલો રોડ આહલાદક અનુભવ કરાવે છે.

‘રોડ ટુ હેવન’ તરીકે પ્રસિદ્ધ થયેલો આ માર્ગ સાંતલપુર-ઘડુલી હાઈ-વેનો ભાગ છે.

રણને ચીરીને નીકળતા આ રોડની ફરતે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે.

જ્યારે ઉનાળા બાદ દરિયાઈ પાણીના સુકાઈ જવાથી મનમોહક સફેદ રણ બને છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ મુલાકાત દરમિયાન ભુજ પ્રાંત અધિકારી એ.બી.જાદવ, જિલ્લા મહિલા અને બાળ અધિકાર સુલોચના પટેલ, નાયબ પોલીસ અધિક્ષક એ.આર. ઝનકાંત સહિતના અધિકારીઓ સાથે રહ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.