આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના (PMJAY) અંતર્ગત આયુષ્માન કાર્ડ બનાવવું ખુબ સરળ બન્યું છે. લાભાર્થીઓ ધરબેઠા આયુષ્માન કાર્ડ મેળવી શકશે.

Rajkot: આ રીતે મેળવો ઘરેબેઠા આયુષ્માન કાર્ડ, જાણો પૂરી પ્રક્રિયા

Spread the love

Rajkot: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના (PMJAY) અંતર્ગત આયુષ્માન કાર્ડ (Ayushman card) બનાવવું ખુબ સરળ બન્યું છે. લાભાર્થીઓ ધરબેઠા આયુષ્માન કાર્ડ મેળવી શકશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આયુષ્માન એપ – વેબ પ્લેટફોર્મ તથા મોબાઇલ એપ્લિકેશન સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં સેલ્ફ વેરિફિકેશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ દ્વારા લાભાર્થી પોતાના અને પરિવારના દરેક સભ્યોના આયુષ્માન કાર્ડની અરજી જાતે જ કરી શકે છે.

આયુષ્માન કાર્ડ બનાવવા માટેના પાંચ સરળ પગલાં નીચે મુજબ છે.

સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પરથી આયુષ્માન એપ ડાઉનલોડ કરો અથવા https://beneficiary.nha.gov.in par જાઓ.

યુઝર લોગ ઇન બનાવવા માટે આપનો મોબાઈલ નંબર નાખી ફોન પર મળેલ OTP દાખલ કરો.

નામ/ રાશન કાર્ડ/ આધાર નંબર /કુટુંબ નંબર પરથી તમારી પાત્રતા ચકાસો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પાત્રતા ધરાવતા લાભાર્થી પોતાના તથા પરિવારના દરેક સભ્યોની વિગતો આધાર e-KYC (જેવા કે OTP)ના માધ્યમથી ચકાસો.

બધી જરૂરી વિગતો ભર્યા બાદ મોબાઇલમાંથી તમારો ફોટો પાડી અપલોડ કરો ત્યાર બાદ તમારી વિગતોની ચકાસણીની પ્રક્રિયા શરૂ થશે. ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તેમજ મુખ્ય રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ એમ. રાઠોડ દ્વારા આયુષ્માન કાર્ડ સત્વરે કઢાવવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.