UPમાં કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ભીષણ આગ, 8 લોકોના મોત

Spread the love

UP Accident : UPના બરેલી-નૈનિતાલ હાઇવે પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 8 લોકોના મોત થયા છે. મારુતિ અર્ટિગા કારનું ટાયર ફાટવાથી બેકાબુ કાર ડમ્પર સાથડાઈ હતી. અકસ્માત બાદ કારમાં ભયંકર આગ લાગી ગઈ હતી. જેમાં 8 લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા.

આ પણ વાંચો : “બમ બમ બોલ રહા હૈ કાશી” ગીત પર PM મોદીનું રિએક્શન

PIC – Social Media

આ દુર્ઘટના બરેલી-નૈનિતાલ હાઇવે પર ભોજીપુરા પાસે શનિવારે મોડી રાત્રે સર્જાઈ હતી. મારુતી અર્ટિગા કારનું અચાનક ટાયર ફાટતા બેકાબૂ બનેલી કાર રોંગ સાઇડમાં ઘૂસી ગઈ હતી અને ઉત્તરાખંડના કિચ્છાથી રેતી ભરીને આવતા ટ્રક સાથે અથડાઈ હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

બંને ગાડીઓ અથડાતા ભારે વિસ્ફોટ થયો હતો. દુર્ઘટનાના અવાજથી હાઇવે નજીક રહેતા લોકો જાગી હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા. પરંતુ અથડામણ બાદ કાર અને ડંમ્પરમાં આગની જ્વાળાઓ એટલી ભયંકર હતી કે લોકો બચાવ કાર્ય માટે નજીક પહોંચી શક્યા નહોતા. અકસ્માત અંગે લોકોએ પોલીસને જાણ કરી હતી. જણાવાય રહ્યું છે કે કારમાં સવાર તામામ લોકો લગ્નપ્રસંગમાં જઈ રહ્યાં હતા.

પોલીસે ફાયર બ્રિગેડને બોલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ કારના દરવાજા લોક થઈ જવાને કારણે કારમાં સવાર લોકો કારમાં જ ફસાઈ ગયા હતા અને તમામના મોત થઈ ગયા હતા.

આ પણ વાંચો : Weather Update : હાડ થિજાવતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર

અકસ્માત અંગે જાણકારી આપતા બરેલીના એસએસપીએ કહ્યું કે, કારમાં 8 લોકો સવાર હતા. તેઓએ તમામ લોકોના મોતની પુષ્ટિ કરી છે. પોલીસ ટીમે તમામ મૃતદેહોનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. આ દુર્ઘટનામાં એક બાળકાના મોતના સમચાર પણ સામે આવ્યાં છે.

ગાડી નંબરના આધારે પોલીસે કારમાં સવારના લોકોની ઓળખ કરી છે. જો કે ટ્રકમાંથી કંઈ મળી આવ્યું નથી. જેથી દુર્ઘટના બાદ ડ્રાયવર ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હોય તેવી પોલીસને આશંકા છે. ટ્રકને પણ તેના નંબરના આધારે ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.