ખેડુતો આનંદો… આ પાકોની ટેકાના ભાવે થશે ખરીદી

Spread the love

Support Price : ગુજરાતના ખેડુતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. કૃષિ મંત્રી દ્વારા તુવેર, ચણા અને રાયડાના પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : પીએમ મોદીએ કરી બજેટની પ્રશંસા, જાણો શું કહ્યું?

PIC – Social Media

Support Price : બજેટના દિવસે ગુજરાતના ખેડુતો માટે આનંદના સમાચાર સામે આવ્યાં છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે તુવેર, ચણા અને રયાડા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે તુવેર, ચણા અને રયાડા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તુવેર, ચણા અને રાયડાની કરાશે ખરીદી

કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે, અને આ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન પણ કરાશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ તારીખેથી ઓનલાઈન નોંધણી શરૂ

ખેડૂતોને ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા અનુરોધ કરતા કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. 5 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.

કેટલો મળશે ભાવ?

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ 2023-24 માટે રવિ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર તુવેર માટે રૂ.7000 પ્રતિ ક્વિન્ટલ, ચણા માટે રૂ. 5440 પ્રતિ પ્રતિ ક્વિન્ટલ અને રાયડા માટે રૂ. 5650 પ્રતિ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે.