રાજયના ખેડુતોને (Farmers) પાક રક્ષણ અર્થે ખેતી થતી હોય તેવી જમીનની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય (Wire fencing scheme) આપવાની યોજના

Rajkot: રાજકોટ જિલ્લાના ખેડૂતો આ રીતે મેળવી શકે છે, સરકારની તાર ફેન્સીંગ યોજનાનો લાભ

Spread the love

Rajkot News: રાજયના ખેડુતોને (Farmers) પાક રક્ષણ અર્થે ખેતી થતી હોય તેવી જમીનની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય (Wire fencing scheme) આપવાની યોજના અમલમાં છે. આ યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામા ઓછા બે હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ. 200 અથવા ખરેખર થનાર ખર્ચના 50% બે માથી જે ઓછુ હોય તે મુજબ સહાય મળવાપાત્ર છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ માટે તા.10-12-2023થી 30 દિવસ સુધીમાં સવારે 10:30 કલાકથી રાજકોટ ઝોનના રાજકોટ-મોરબી-જામનગર-દેવભૂમિ દ્વારકા-સુરેન્દ્રનગર-કચ્છ (કુલ 6 જિલ્લા)ના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

કલસ્ટર માટે ખેડુતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે. ખેડૂત/ખેડૂતોએ જુથ દ્વારા અરજી કર્યા બાદ દિન-10માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનિક પુરાવા ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેંધરી પત્રક,7/12, 8-અની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ, બેન્ક પાસબુકની નકલ/રદ કરેલ ચેક આધારકાર્ડની નકલ, કબુલાતનામું અને સ્વઘોષણા પત્રક, ડીમાર્કેશનવાળો નકશો જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને રજૂ કરવાના રહેશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂત/ખેડૂત જુથ લીડરે નિયત ડિઝાઇન અને સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપુર્ણ કામગીરી દિન-120માં પૂર્ણ કરી સામાન ખરીદીના GST વાળા બીલ અને અન્ય જરૂરી દસ્તાવેજો સહીત કલેઇમ જમા કરાવવાનો રહેશે.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જૂનાગઢમાં દિવ્યકાન્ત નાણાવટી: ‘ભુલાય તે પહેલા’ સ્મૃતિ ગ્રંથનું વિમોચન કર્યું

ત્યાર બાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મજુરી આપ્યા બાદ કામગીરી પૂર્ણ થયાની સ્થળ ચકાસણી કર્યા પછી સહાયની રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવશે તેમ જિલ્લા ખેતિવાડી અધિકારી તૃપ્તિ પટેલની યાદીમાં જણાવ્યું છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.