Elvish Yadav FIR : જાણો, કેટલામાં વેંચાય છે કોબ્રા સાપનું 10 ગ્રામ ઝેર

Spread the love

Jagdish, Khabri Media Gujarat :

Elvish Yadav FIR : યુ ટ્યુબર અને બિગ બોસમાં વિજેતા એલ્વિશ યાદવ ફરી એકવાર વિવાદોમાં ઘેરાયો છે. એલ્વિશ પર આરોપ છે કે તે પાર્ટીઓમાં કોબરા જેવા ઝેરીલા સાપોનું ઝેર સપ્લાઈ કરવામાં સામેલ હતો. આ મામલે તેના વિરુદ્ધ નોઇડામાં એફઆઈઆર નોંધાઈ છે. તો આવો જાણીએ નશાની દુનિયાના કાળા કારોબારમાં કોબરાના ઝેરની કિંમત કેટલી હોય છે. તેનું એક ગ્રામ ઝેર કેટલામાં વેંચાય છે.

આ પણ વાંચો : AAP પર મોટી ઘાત, હવે ગુજરાતમાં આ ધારાસભ્ય પર નોંધાઈ ફરિયાદ

PIC – Social Media

ભારતમાં ઘણાં પ્રકારના કોબ્રા સાપ જોવા મળે છે. જેનું ઝેર ખુબ જ ખતરનાક હોય છે. કોબ્રા બાઇટ બાદ માણસનું બચવું ખૂબ મશ્કેલ છે. કેમ કે થોડી જ મિનિટોમાં તેનું ઝેર શરીર પર અસર બતાવવાનું શરૂ કરી દે છે અને વ્યક્તિનું મોત થઈ જાય છે. આ ઝેરનો ઉપયોગ નશો કરવામાં પણ થાય છે. જેના માટે આવા ઝેરીલા સાપોની તસ્કરી થાય છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

કોબ્રા અને અન્ય ઝેરી સાપોનું બજાર ખૂબ મોટું હોય છે. તેના ઝેરની ડિમાંડ માર્કેટમાં સતત વધી રહી છે. કોબ્રાના એક ગ્રામ ઝેરની કિંમત 4 હજાર થી 26 હજાર રૂપિયા સુધીની હોય છે. આ કિંમત કોબ્રા સાપ કેટલો ઝેરી છે તેના પર નક્કી થાય છે. જેટલો ઝેરી સાપ હોય છે તેટલી વધુ તેની કિંમત મળે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં તો આ કિંમત અનેક ગણી વધી જાય છે. એક લીટર ઝેર કરોડો રૂપિયામાં વેંચાય છે.

આ પણ વાંચો : New Delhi: દિલ્હી બની ગેસ ચેમ્બર, GRAP-3ના પ્રતિબંધો થયા લાગુ

મહત્વનું છે કે કોબ્રાનું ઝેર નશામાં લેતા પહેલાં તેના પર પ્રોસેસ કરવામાં આવે છે. તેનો નશો કરવાથી વ્યક્તિનું મોત ન થાય તે લેવલે તેને પ્રોસસ કરવામાં આવે છે. તેને લેવાથી વ્યક્તિ નશામાં ચૂર થઈ જાય છે તેને વધુ લેવાથી વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. આશરે 200 કોબ્રા સાપમાંથી 1 લિટર ઝેર નિકળે છે.