શિક્ષા નગરી બની સુસાઇડ નગરી, કોટા કેમ થયું બદનામ?

Spread the love

Kota Suicide City : કોટામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ તણાવમાં આત્મહત્યા કરી રહ્યાં છે. ગત 25 દિવસમાં 4 બાળકોએ આપઘાત કરી લીધો. વિદ્યાર્થિઓની આત્મહત્યા અને અચાનક ગાયબ થઈ જવાની ઘટનાને કારણે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. તંત્ર સતત વિદ્યાર્થીઓનું કાઉન્સલિંગ કરી તેને મોટિવેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ તેનો કોઈ ફાયદો જોવા મળતો નથી.

આ પણ વાંચો : ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર કર્યા જાહેર, ગુજરાતથી લડશે જેપી નડ્ડા

PIC – Social Media

Kota Suicide City : મેડિકલ એન્જિનિયરિંગ કોચિંગ માટે જાણીતું કોટા (Kota) શહેર વિદ્યાર્થીઓની આત્મહત્યાના (Student Suicide) કારણે બદનામ થતુ જાય છે. ગત વર્ષે 29 અને આ વર્ષની શરુઆતના 25 દિવસોમાં 4 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. જ્યારે એક વિદ્યાર્થી ગાયબ છે. જ્યારે એકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. માતા પિતા પોતાના બાળકોના ભવિષ્ય માટે તેને પોતાના દૂર ભણવા મોકલે છે. પરંતુ આ પ્રકારની ઘટના વાલીઓને પણ જીવનભરનું દુઃખ આપી જાય છે. તણાવમાં આવીને વિદ્યાર્થીઓ પોતાનો જીવ આપી દે છે. જે આપણને વિચારવા મજબૂર કરે છે. તેની પાછળનું કારણ શું છે? વિદ્યાર્થીઓના મગજમાં શું ચાલે છે. આ તમામ પ્રશ્નો છેલ્લા કેટલાક વર્ષોથી પ્રશ્નો બનીને રહી ગયા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કોટામાં દેશભરમાંથી આવેલા વિદ્યાર્થિઓ મેડિકલ અને એન્જિનીયરિંગ પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે કોચિંગ કરી રહ્યાં છે. પરંતુ ઘણા વિદ્યાર્થિઓ અભ્યાસના તણાવમાં આવીને પોતાનો જીવ આપી દે છે. વિદ્યાર્થીઓના મનમાં આત્મહત્યાની બાબત આપણે સૌને વિચારવા પર વિવશ કરે છે. તાજેતરની ઘટના મંગળવારની છે. કોટાના જવાહર નગર વિસ્તારમાં કોચિંગના વિદ્યાર્થીએ પંખા સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આજે વિદ્યાર્થીના પરિવારજનો છત્તીસગઢથી કોટા પહોંચ્યા છે. ત્યાર બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

કોટામાં એન્જિનીયરિંગનો અભ્યાસ કરતો વિદ્યાર્થી રચિત રવિવારે બપોરથી ગુમ છે. તેનું છેલ્લુ લોકેશન ગડરિયા મહાદેવ ચંબલ નદી પાસે મળ્યું છે. રચિતના પરિવારજનો પણ તંત્ર સાથે તેની શોધ કરી રહ્યાં છે. નદી પાસે રચિતનું બેગ અને મોબાઈલ મળી આવ્યો છે. બેગ પાસે એક દોરડુ અને ચાકુ પણ પરિવારજનોને મળ્યું છે. પોલીસ સતત નદીમાં તરવૈયા દ્વારા શોધખોળ કરી રહી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

તંત્રના કડક આદેશ છત્તા પંખામાં નહોતુ હેંગિંગ ડિવાઇસ

કોટાના એક વિદ્યાર્થી શુભમે ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી. તે રૂમમાં પંખામાં હેંગિંગ ડિવાઇસ લગાવેલુ નહોતું. મહત્વનું છે કે જિલ્લા તંત્ર દ્વારા તમામ હોસ્ટેલ સંચાલકોને તેના રૂમના પંખાઓમાં હેંગિગ ડિવાઇસ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમ છત્તા તેનું પાલન થઈ રહ્યું નથી. હાલમાં જ રાજીવ ગાંધી નગર સ્થિત એક હોસ્ટેલને તેને લીધે સીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સફળતાની કહાની : 23ની ઉંમરે આદિવાસી યુવતી બની સિવિલ જજ

શુભમના વોર્ડને જણાવ્યું હતુ કે શુભમનું જેઈઈનું રિઝલ્ટ આવનાર હતુ. તેથી તેણે રાત્રે પણ ભોજન કર્યું નહોતુ. જો પંખામાં એન્ટિ સુસાઇડ ડિવાઇસ હોત તો કદાચ શુભમને સુસાઇડ જેવુ પગલુ ઉપાડવા માટે કોઈ જગ્યા જ ન મળી હોત અને સવાર થતા પરિસ્થિતિ કંઈક જુદી હોત. પરંતુ પ્રશાસનની ગાઇડલાઇનને હોસ્ટેલ સંચાલકો જાણી ઘોળીને પી ગયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં જે આત્મહત્યાના કેસ નોંધાયા છે. તે ત્રણેય વિદ્યાર્થીઓ રૂમમાં પંખા સાથે લટકીને પોતાનો જીવ આપ્યો છે. ત્રણેય હોસ્ટેલમાં તે ડિવાઇસ લગાવામાં આવ્યું નહોતુ.

રાજસ્થાનનું કોટા જે દોરીઓ, સાડી અને કોટા સ્ટોનથી જાણીતુ હતુ, તે શહેરમાં વિદ્યાર્થીઓના વધતા આપઘાતના કેસ ખૂબ જ ડરામણાં છે. શિક્ષા નગરી હવે સુસાઇડ નગરી બની રહી છે. તંત્રના અનેક પ્રયત્નો છતા આત્મહત્યાના કેસમાં કોઈ ઘટાડો થયો નથી. કોટાના કલેક્ટર ખુદ બાળકો વચ્ચે જાય છે તેઓને મળે છે. તેની સમસ્યાઓ સાંભળે છે. તેઓને મોટિવેટ કરે છે અને ડિપ્રેશન ફ્રી રહેવા ટિપ્સ પણ આપે છે. પરંતું શિક્ષા નગરીમાં આ તમામ પ્રયાસ ફેઇલ થયા છે.