કેમ્પ ખાતે દિવ્યાંગ લાભાર્થી દ્વારા સાધન સહાય મેળવવા માટે દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતા મેડીકલ સર્ટીફિકેટની નકલ, ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આપવામાં

લોધીકામાં યોજાશે દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ, આ રીતે લઈ શકશો લાભ

Spread the love

Rajkot: જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા લોધીકા તાલુકા વિસ્તારના LOCOMOTOR DISABILITY (અસ્થિવિષયક ખામી), HEARING IMPAIRED (સાંભળવાની ક્ષતિ), VISUALLY IMPAIRED (અંધત્વ), CEREBAL PALSY (સેરેબ્રલ પાલ્સી) પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ પૈકી દિવ્યાંગતાની કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સી.એચ.સી. લોધીકા ખાતે એસેસમેન્ટ કેમ્પ યોજાશે.

આ કેમ્પ તા. 06/01/2024 શનિવારના રોજ સવારે 9:00થી સાંજના 5:00 કલાક સુધીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, લોધીકા ખાતે યોજાનાર છે જેનો લોધીકા તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને લાભ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

કેમ્પ ખાતે દિવ્યાંગ લાભાર્થી દ્વારા સાધન સહાય મેળવવા માટે દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતા મેડીકલ સર્ટીફિકેટની નકલ, ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આપવામાં આવેલ યુ.ડી.આઇ.ડી. (UDID) કાર્ડની નકલ, વાર્ષિક આવક મર્યાદા રૂ. 2,64,000/- સુધીના પ્રમાણપત્રની નકલ (મામલતદાર, તલાટી મંત્રી, ધારાસભ્ય, સાંસદ સભ્ય), અરજદારના આધાર કાર્ડની નકલ,અરજદારના રેશન કાર્ડની નકલ તેમજ અરજદારના પાસપોર્ટ સાઇઝના 02 ફોટા જેવા જરૂરી આધાર પુરાવાઓ સાથે લાવવાના રહેશે તેમ મામલતદાર, લોધીકાની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.