Delhi Kalkaji Tragedy : દિલ્હીના કાલકાજી મંદિર ખાતેથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગત રાતે શનિવારે જાગરણ દરમિયાન સ્ટેજ ધરાશાયી થતા ભાગદોડ મચી ગઈ હતી. જેમાં 1 મહિલાનું મોત થયું છે જ્યારે 17 થી 18 લોકો ઘાયલ થયાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : ગાયક રાહત ફતેહ અલી ખાને નોકરને ચપ્પલથી માર્યો, જુઓ Video
Delhi Kalkaji Tragedy : મળતી જાણકારી અનુસાર મોડી રાતે મહંત પરિસર, કાલકાજી મંદિરમાં (Kalkaji Temple) માતાજીના જાગરણ (Jagaran) માટે બનાવેલુ સ્ટેજ અચાનક ધરાશાયી (stage collapsed) થઈ ગયું હતુ. આ દુર્ઘટનામાં 17 લોકો ઘાયલ થયા છે. જ્યારે એક મહિલાનું મોત થયું છે. ઘાયલોમાં કેટલાક લોકોને ફ્રેક્ચર થયાનું સામે આવ્યું છે. જણાવાય રહ્યું છે કે સિંગર બી પ્રાકને (B Praak) સાંભળવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા.
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના
આ મામલે ડીસીપી સાઉથ ઇસ્ટ ડિસ્ટ્રિક્ટ રાજેશ દેવે પુષ્ટિ કરતા જણાવ્યું કે કાલકાજી મંદિર પરિસરમાં માતાજીના જાગરણ માટે મહંત પરિસરમાં આયોજન કરવામાં આવ્યું હતુ. અહીં છેલ્લા 26 વર્ષથી જાગરણનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ જાગરણને લઈ કોઈ મંજૂરી આપવામાં આવી નહોતી.
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની ટીમને પણ તહેનાત કરવામાં આવી હતી. રાતે દોઢ હજારથી પણ વધુ લોકો જાગરણ દરમિયાન ઉપસ્થિત હતા. મોડી રાતે સાડા બાર વાગ્યે અચાનક લોખંડથી બનેલી ફ્રેમનુ સ્ટેજ ધરાશાયી થતા તેની ઝપેટમાં ઘણાં લોકો આવી ગયા હતા.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
17 ઈજાગ્રસ્તોમાંથી 8 લોકોની ઓળખ થઈ
ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે આ મામલાની પુષ્ટિ કરતા કહ્યું કે ફાયર કન્ટ્રોલ રૂમને મોડી રાતે 12:45 વાગ્યે સુચના મળી હતી, કે કાલકાજી મંદિરમાં જાગરણનું સ્ટેજ ધરાશાયી થયું છે. તેના નીચે ઘણાં લોકો દબાયા છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 3 ગાડીઓ મોકવામાં આવી. મીડિયા રિપોર્ટ અનુસાર ઘાયલ થયેલાની ઓળખ કમલા દેવી, શીલા મિત્તલ, સુનિતા, હર્ષ, અલકા વર્મા, આરતી વર્મા, રિશિતા, મનુ દેવીના રૂપે થઈ છે. અન્ય ઘાયલોની ઓળખ કરવામાં આવી રહી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
દિલ્હી પોલીસ અનુસાર કાર્યક્રમને લઈ મંજૂરી આપવામાં નહોતી આવી. તેમ છત્તા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમને લઈ ત્યાં આશરે 1500 થી 1700 લોકો એકઠા થયા હતા. દિલ્હી પોલીસ અનુસાર આ મામલે આયોજકો વિરુદ્ધ આઇપીસી કલમ 337/304A/188 અંતર્ગત એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.