રામ મંદિરમાં દેશના દરેક રાજ્યનું યોગદાન, જાણો ક્યાંથી શું આવ્યું?

Spread the love

Ram Mandir Pran Pratishtha: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેને લઈ દેશ વિદેશમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : તારીખ પહેલા ડિલવરી માટે પ્રેગ્નેન્ટ મહિલાઓનો ધસારો, જાણો શું છે કારણ

અયોધ્યામાં રામ મંદિરમાં આજે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેને લઈ આખા દેશમાં ઉત્સવનો માહોલ છે. આજે જ્યાં જુઓ ત્યાં દિવાળી જેવા માહોલ જોવા મળી રહ્યો છે. આખો દેશ ઝળહળી રહ્યો છે. રામ મંદિરને લઈ માત્ર દેશમાં જ નહિ પરંતું વિદેશોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે 500 વર્ષથી જોવાતી રાહ હવે પૂરી થઈ છે. અયોધ્યામાં રામ મંદિરને લઈ સામાન્ય લોકોથી લઈ અલગ અલગ રાજ્યો દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

રાજ્યો તરફથી જે રીતે યોગદાન આપવામાં આવ્યું, તેને જોતા વડાપ્રધાન મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની પહેલની ધારણા સ્પષ્ટ થતી જોઈ શકાય છે. રામ મંદિરના નિર્માણમાં રાજસ્થાનના નાગોરના મકરાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મકરાનાના માર્બલથી રામ મંદિરના ગર્ભગૃહમાં સિંહાસન બનાવામાં આવ્યું છે. આ સિંહાસન પર ભગવાન રામ વિરાજશે. ભગવાન રામના સિંહાસન પર સોનાનો વરખ ચડાવામાં આવ્યો છે. ગર્ભગૃહ અને તળિયામાં મકારાનાનો સફેદ માર્બલ લગાવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મંદિરમાં દેવતાઓનું નકશીકામ કર્ણાટકના ચર્મોથી બલુઆ પથ્થર પર કરવામાં આવ્યું છે. તે સિવાય પ્રવેશદ્વારની ભવ્ય આકૃતિઓમાં રાજસ્થાનના બંસી પહાડપુરના ગુલાબી બલુઆ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુજરાત તરફથી 2100 કિલોગ્રામના અષ્ટધાતુનો ઘંટ આપવામાં આવ્યો છે. ગુજરાતના અખિલ ભારતીય દરબાર સમાજ દ્વારા 700 કિલોનો રથ પણ ભેટ ધરવામાં આવ્યો છે. ભગવાન રામની મૂર્તિ બનાવવા માટે કાળો પત્થર કર્ણાટકથી આવ્યો છે. અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરામાંથી નક્શીકામ કરેલા લાકડાના દરવાજા અને હાથ બનાવટના ફેબ્રિક્સ આવ્યાં છે.

કોણે શું આપ્યું તેની યાદી અહીં જ પૂરી નથી થતી. પીતળના વાસણ ઉત્તર પ્રદેશથી આવ્યાં છે. જ્યારે પાલિસ કરેલુ સાગનું લાકડું મહારાષ્ટ્રથી આવ્યું છે. મંદિર નિર્માણ માટે ઉપયોગમાં લેવાયેલી ઈંટ આશરે 5 લાખ ગામોમાંથી આવી છે. મંદિરના નિર્માણની કહાની અગણિત શિલ્પકારો અને કારીગરોની કહાની છે.