Health ATM : એક મશીન અને 50 પ્રકારના ટેસ્ટ, એ પણ ફ્રી

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat, Junagadh :

Health ATM : રાજ્ય સરકાર અને જૂનાગઢ જિલ્લા પંચાયતનાં પ્રયાસોથી છેવાડાનાં લોકો સુધી આરોગ્યની સુવિધા પહોચી છે. જૂનાગઢ જિલ્લાનાં 9 સામુહિક આરોગ્ય કેન્દ્ર અને 38 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર 47 હેલ્થ એટીએમ મુકવામાં આવ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં હેલ્થ એટીએમનો પ્રયોગ સફળ રહ્યો છે. આ હેલ્થ એટીએમમાં લોકોને હેલ્થનો લગતા રીપોર્ટ મિનિટોમાં મળે છે. હેલ્થને લગતા 50 પ્રકારના રીપોર્ટ વિનામૂલ્યે થાય છે. તેમજ 19 પ્રકારનાં બેઈઝિક પેરામીટરનાં ટેસ્ટ થાય છે.

આ પણ વાંચો : Heart Attack : ભરૂચમાં 10 વર્ષની બાળકીનું હાર્ટ ફેઇલ

આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં દરેક જગ્યાએ રાજ્યના છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે સતત કાર્યશીલ છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં વિવિધ પ્રકલ્પોની ગ્રાન્ટમાંથી 9 સામુહિક આરોગ્ય કેન્દ્ર અને 38 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ કુલ 47 કેન્દ્ર ખાતે આ હેલ્થ એટીએમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ હેલ્થ એટીએમમાં જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાધવજીભાઈ પટેલની વિવેકાધીન ગ્રાન્ટમાંથી રૂ. 132 લાખ અને રાષ્ટ્રીયપર્વની ગ્રાન્ટમાંથી રૂ. 40 લાખના ખર્ચે તૈયાર થયા છે.

આ પણ વાંચો : 2000 ની નોટ જમા કરાવી છે અને લાઈનમાં નથી ઉભવું વાંચી લ્યો ટિપ્સ

આ હેલ્થ એટીએમ મશીન દ્વારા દર્દીના વિવિધ 50 પ્રકારના હેલ્થને લગતા ટેસ્ટ, કે જેમાં 19 પ્રકારના બેઝિક પેરામીટર ચેકઅપ જેમકે વજન, ઊંચાઈ, બીએમઆઈ, મસલ્સ માસ, બોડી ફેટ, બોન માસ, ટેમ્પરેચર, ઓક્સિજન લેવલ, પલ્સ રેટ, લોહીનું દબાણ વગેરે જેવા બેઝિક પેરામીટર ચેક થશે. તેમજ કેન્સર તથા હૃદય રોગનું રિસ્ક એસેસમેન્ટ ટેસ્ટ દ્વારા આ રોગોના સંભવિત જોખમની ચકાસણી પણ કરી શકાશે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

તે સિવાય ઇસીજી પણ કાઢી શકાશે. આંખને લગતા વિવિધ પાંચ પ્રકારના ટેસ્ટ કે જેમાં વિઝન ટેસ્ટ, કલર વિઝન ટેસ્ટ જેવા ટેસ્ટ કરી શકાશે. આ મશીનમાં આપવામાં આવેલ કેમેરા મારફત કાન અને નાકનો અંદરથી ફોટો, સ્કીન અને નખને લગતા ફોટો લઈ તપાસ તેમજ આ ફોટો નિષ્ણાંત તબીબને મોકલી જરૂરિયાત અનુસારની સારવાર માટેનું માર્ગદર્શન મેળવી શકાય છે.

આ ઉપરાંત આ હેલ્થ એટીએમમાં પેશાબના 11 પ્રકારના ટેસ્ટ કોલેસ્ટ્રોલ, બ્લડ સુગર ટેસ્ટ તથા હિમોગ્લોબીન ટેસ્ટ પણ કરવામાં કરવામાં આવે છે.

હેલ્થ એટીએમ અંગે જેતપુરના રહેવાસી ખુશીરામ કરમચંદ કાકવાણીએ તેનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, “આ પ્રકારના હેલ્થ એટીએમ દરેક ગામે ગામમાં હોય તો છેવાડાના લોકો લાભ લઈ શકે, બધાને ફાયદો થાય. અને ખાનગી લેબોરેટરીમાં ખોટા ખર્ચ ન કરવા પડે.” આ ઉપરાંત અન્ય લાભાર્થી ઈશ્વરલાલ ખત્રીએ પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા હેલ્થ એટીએમ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : અમિત શાહે પોતાની ત્રણ દિવસમાં આપ્યા જીતના 10 મંત્રો MP ELECTION

પીએચસી વડાલના લેબોરેટરી ટેક્નિશ્યન જલ્પાબેન ભાલોડિયાએ જણાવ્યું હતું, કે “પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડાલ હેઠળ ૧૨ ગામના દર્દીઓ ઉપરાંત રાજકોટ જિલ્લાની હદ ચોકી ગામથી સ્પર્શતી હોય અહીં અકાળા, પીપળીયા સહિતના ગ્રામજનો પણ લાભ લઇ રહ્યા છે . અહીં હેલ્થ એટીએમ ને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.”