Career Tips : ધોરણ 12 બાદ ડૉક્ટર બનવા શું કરવું જોઈએ?

Spread the love

Jagdish, Khabri Media Gujarat :

Career Tips : 12 ધોરણ પાસ કર્યા બાદ કારકિર્દી બનાવવા માટે અલગ અલગ માર્ગો ખુલે છે. જેમ કે કોઈ ડૉક્ટર બનવા ઈચ્છે છે તો કોઈ ઈન્જિનીયર, ઈન્ટિરીયર ડિઝાઈનર વગેરે બનાવવા માંગે છે. એવામાં આજે અમે આપને જણાવીશું, કે તમે ડૉક્ટર બનવાના સપના જોઈ રહ્યાં છો, તો આ સપનાઓએ કઈ રીતે પૂરવા કરવા. કેમ કે ડોક્ટરને એક રેપ્યુટેડ પ્રોફેશન માનવામાં આવે છે. ભગવાન બાદ ડોક્ટર જ હોય છે જે કોઈનો જીવ બચાવી શકે છે. ત્યારે આ માટે ક્યાં ક્યા કોર્સ કરવા અને કઈ રીતે ડોક્ટર બની શકાય તે જાણવું ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : જાણો, 07 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

PIC – Social Media

ધોરણ 10 બાદ કઈ રીતે તૈયારી કરવી

જો તમે ડોક્ટર બનાવા ઈચ્છો છો તો ધોરણ 10થી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. પરંતુ તેના માટે તમારે 11માં ધોરણમાં એડમિશન લેતી વખતે વિજ્ઞાન પ્રવાહ સાથે બાયોલોજી વિષય પસંદ કરવો જરૂરી છે. સાથે જ બાયોલોજીમાં સારી પકડ હોવી જરૂરી છે. તેનાથી MBBSમાં એડમિશન અને NEETની તૈયારીમાં મદદ મળશે.

આ પણ વાંચો : ન્યુમોનિયા બાળક પાર થઇ રહી છે બેઅસર

એ તો તમે પણ જાણો છો, કે ડોક્ટર બનાવા માટે NEETની પરિક્ષા દેવી જરૂરી છે. સારો રેન્ક મેળવનારને MBBSમાં એડમિશન મળે છે. બીજી બાજુ જેનો રેન્ક ઓછો હોય તેને BDS, BMMS, BUMSમાં એડમિશન મળે છે. જો NEETમાં સારો રેન્ક પ્રાપ્ત થશે તો જ સરકારી કોલેજમાં એડમિશન મળશે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. ખાનગી કોલેજો ખૂબ વધારે ફી લેતી હોય છે.

PIC – Social Media

MBBSની ફી કેટલી હોય છે?

MBBSનું ફૂલ ફોર્મ બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી થાય છે. ડોક્ટર બનવા માટે વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી વિષય સાથે ધોરણ 12 પાસ જરૂરી છે. જો ફીની વાત કરીએ તો 70 હજારથી લઈ 21 લાખ સુધી વિદ્યાર્થીએ ફી ચૂકવવી પડે છે. MBBS બાદ એન્ડોક્રનોલોજિસ્ટ, રોગ વિજ્ઞાની, ન્યૂરોલોજિસ્ટ, કાર્ડિયોલોજી, ગાયનેકોલોજીમાં કારકિર્દી બનાવી શકાય છે. એમબીબીએસ થયા બાદ આશરે 3 લાખ રૂપિયા સુધીનો પગાર મળી શકે છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

આપને જણાવી દઈએ, કે MBBS સર્જિકલ અને મેડિકલ ક્ષેત્રે એક વ્યવસાયિક અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી છે. જે તમને મેડિકલ કોલેજો અને યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવે છે. MBBSની ડીગ્રી માટે પાંચ વર્ષ લાગે છે. જેમાં ઈન્ટર્નશિપનો પણ સમાવેશ થાય છે. ધોરણ 12માં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ હોય તો ઉમેદવારને તેમાં એડમિશન મળે છે. જ્યારે એમબીબીએસ કોર્સ માટે લઘુતમ વયમર્યાદા 17 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ રાખવામાં આવી છે.