નકલી દવાનો કાળો કારોબાર, દવા ખરીદતી વખતે રાખો આ ધ્યાન

Spread the love

Identify Fake Medicines : તાવ શરદી કે કળતર થતા લોકો હંમેશા મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદીને લઈ લેતા હોય છે. પરંતુ દવાઓ નકલી પણ હોઇ શકે છે. હાલ માર્કેટમાં નકલી દવાનું વેંચાણ થઈ રહ્યું છે. દવા ખરીદતા પહેલા જાણીલો અસલી નકલી દવાની ઓળખ કઈ રીતે કરવી?

આ પણ વાંચો – 8 March : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

Identify Fake Medicines : આજકાલ બજારમાં નકલી દવાઓ આડેધડ વેચાઈ રહી છે. મોટાભાગના લોકો શરદી, ઉધરસ અને તાવની દવાઓ મેડિકલ સ્ટોરમાંથી ખરીદે છે અને તેનું સેવન કરે છે. જો તમે પણ આવું કરો છો તો સાવધાન થઈ જાવ. આ દવાઓ નકલી પણ હોઈ શકે છે. એવા ઘણાં પ્રકાશમાં આવ્યા છે, જેમાં મોટી માત્રામાં નકલી દવાઓ જપ્ત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, એ મહત્વનું છે કે જ્યારે પણ તમે તમારી દવાઓ ઓનલાઈન અથવા મેડિકલ સ્ટોરમાંથી ખરીદો ત્યારે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. નહિતર જાણતા અજાણતા તમે પણ નકલી દવા પી લેશો અને તમને ખ્યાલ પણ નહિ રહે. ચાલો જાણીએ કે નકલી અને અસલી દવાઓ કેવી રીતે ઓળખવી.

નકલી દવા કેવી રીતે ઓળખવી? (How to Identify Fake Medicines?)

મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે જેન્યુઈન દવાઓ પર QR કોડ પ્રિન્ટ થયેલ હોય. આ દવાઓ પર એક ખાસ પ્રકારનો કોડ પ્રિન્ટ કરવામાં આવે છે, જેમાં દવા વિશે સંપૂર્ણ માહિતી અને સપ્લાય ચેઇનની સંપૂર્ણ વિગતો આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમે દવા ખરીદો ત્યારે તપાસો કે તમારી દવા પર આ કોડ છે કે નહીં. જો દવા પર QR કોડ નથી તો તે નકલી દવા હોઈ શકે છે. તમારે આવી દવાઓ ખરીદવાનું ટાળવું જોઈએ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

જો તમે યુનિક QR કોડવાળી દવા ખરીદી રહ્યા છો, તો ચોક્કસપણે QR કોડ સ્કેન કરો. આ સાથે તમને દવા વિશે સંપૂર્ણ માહિતી મળશે. આના પરથી તમે જાણી શકો છો કે આ દવા અસલી છે કે નકલી. નિયમો અનુસાર, 100 રૂપિયાથી વધુ કિંમતની તમામ દવાઓ પર QR કોડ ફરજિયાત છે. જો દવા પર કોઈ QR કોડ નથી, તો તેને ખરીદશો નહીં.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

દવાઓ પરનો QR કોડ એડવાન્સ વર્જનનો હોય છે. તેની સંપૂર્ણ વિગતો સેન્ટ્રલ ડેટાબેઝ એજન્સી તરફથી બહાર પાડવામાં આવે છે. QR કોડ પણ અલગ-અલગ દવાઓ સાથે બદલવામાં આવે છે. તેથી નકલી QR કોડ બનાવવા મુશ્કેલ છે.