Jammu Accident : જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યાં છે. અહીં એક ટ્રાવેલર કેબ ખીણમાં ખાબકતા 10 લોકોના મોત થયાની આશંકા સેવાઈ રહી છે.
આ પણ વાંચો – 29 March : જાણો, આજનો ઈતિહાસ
Jammu Accident : જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર છે. જાણકારી અનુસાર, જમ્મુથી શ્રીનગર જઈ રહેલી ટ્રાવેલર કેબ રામવન વિસ્તારમાં દુર્ઘટનાનો શિકાર બની છે. કેબ રામવન વિસ્તારના બેટરી ચશ્મા પાસે જમ્મુ શ્રીનગર હાઇવે પર ઊંડી ખીણમાં ખાબકી છે. એસડીઆરએફ અને સિવિલ ક્યુઆરટી ઘટના સ્થળે પહોંચી છે. પરંતુ ખીણ ઊંડી હોવાથી અને વરસાદ અને અંધકારને કારણે બચાવ કામગીરીમાં સમસ્યા આવી રહી છે.
10 લોકોના મોતની આશંકા
રામવન વિસ્તારમાં સર્જાયેલી દુર્ઘટનામાં કેબમાં મુસાફરી કરી રહેલા ઘણાં યાત્રીકોના મોતની આશંકા સેવાઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર જમ્મુ-કાશ્મીર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રામવન જિલ્લાના બેટરી ચશ્મા વિસ્તારમાં ઘટના સ્થળેથી કથિત રીતે 10 લોકોના મૃતદેહો મળ્યા છે.