સરકારી નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારોને લઈ મોટા સમાચાર

Spread the love

Competitive Exam : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત સરકાર દ્વારા સરકારી નિમયોમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. ગુજરાત સરકારે વર્ગ-3ની ભરતી માટે નવું પરીક્ષા માળખું જાહેર કર્યું છે.

આ પણ વાંચો : ઈસરોના અધ્યક્ષે જણાવ્યો આગામી 5 વર્ષનો પ્લાન, જુઓ શું કહ્યું?

PIC – Social Media

સરકારી ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વર્ગ 3ની પરીક્ષાના નિયમોમાં બદલાવ કર્યો છે. હવે વર્ગ-3 અંતર્ગત લેવાનાર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. આ અંગે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઉપરાંત હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડીને જણાવાયું છે.