બહારનું જમતા પહેલા સાવધાન, હવે સૂપમાંથી નીકળ્યો વંદો

Spread the love

Jagdish, Khabri Media Gujarat

Bhruch : લોકો ઘરનું ઓછું અને બહારનું વધુ જમતા હોય છે. ત્યારે બહાર ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ ઘટનાઓ સામે આવી રહી છે. જી હા, હજુ ગઈ કાલે જ અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટમાં પિઝા (Pizza) સલાડમાંથી ઈયળ નીકળી હોવાના સમાચાર જુના થયા નથી, ત્યાં ફરી ભરૂચમાં પિઝા રેસ્ટોરન્ટના સુપ (Soup)માં વંદો (cockroach) નિકળ્યો હોવાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : કોરોના બાદ વિશ્વ પર વધુ એક મહામારીનો ખતરો, બાળકો પર મોટી ઘાત

જે લોકો બહારનું ખાવાના શોખીન હોય તે લોકો જો જો… ઝાપટવા ન માંડતા. કેમ કે બહાર ખાવોનો શોખ તમને બિમાર પાડી શકે છે. લોકો બહારનું વધુ પડતું જમતા થઈ ગયા છે. ગુજરાતનું દેશી ખાણુ મુકી અંગ્રેજી ફૂડ પેટ ભરી ભરીને ખાય છે અને પછી ભરી ભરીને રૂપિયા હોસ્પિટલોમાં આપે છે. અવારનવાર ફૂડ રેસ્ટોરન્ટના ચોંકાવી દેતા વિડિયો વાયરલ થાય છે, લોકો જુએ છે અને ભૂલી જાય છે. ત્યારે ખોરાકમાંથી જીવાત નીકળ્યાનો વધુ એક વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.

અમદાવાદના બ્રિટિશ રેસ્ટોરન્ટમાં પિઝાના સલાડમાંથી ઈયળ નીકળી હોવાનો વિડિયો હજુ ગઈ કાલનો જ છે ત્યાં આજે ભરુચમા સૂપમાંથી વંદો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. ભરુચમાં હેલોસ પિઝામાં સૂપમાંથી વંદો નીકળતા જમવા આવેલા યુવકો રોષે ભરાયા હતા. તેમજ આ રેસ્ટોરન્ટના રસોડાની તપાસ કરતા જોયું કે અહીં તો ગંદકીનું સામ્રાજ્ય અને જીવાતો જોવા મળી હતી. જેને લઈ યુવકોએ ભારે ધમાલ મચાવી હતી. ગ્રાહકોના આકરા તેવર જોઈ હોટલ સંચાલકો પણ છૂમંતર થઈ ગયા છે. જો કે આરોગ્ય તંત્ર આ હોટલ સંચાલકો સામે ક્યારે કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : Amreli : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોરલેન રોડનું કર્યું ખાતમુહૂર્ત

ઉલ્લેખનીય છે કે ખોરકમાંથી જીવાત નિકળતી હોવાની ઘટના અવારનવાર સામે આવે છે. મંગળવારે અમદાવાદની બ્રિટિશ રેસ્ટોરન્ટમાંથી પિઝાના સલાડમાંથી ઈયળ નીકળી હોવાનો વિડિયો વાયરલ થયો હતો. તો બીજી બાજું જાણીતી બ્રાન્ચ રિયલ પેપરિકામાં બર્ગરમાંથી ઈયળ નીકળી હોવાનો વિડિયો વાયરલ થયો હતો.