ફેબ્રુઆરીમાં આટલા દિવસ બેન્ક રહેશે બંધ, જોઈ લો યાદી

Spread the love

February Bank Holiday : ફેબ્રુઆરીમાં બેન્ક તહેવાર અને વિકેન્ડને કારણે ઘણાં દિવસ બંધ રહેશે. એવામાં તમે રજાના દિવસ જોઈ, બેન્કમાં પોતાના કામને લઈ યોજના બનાવી શકો છો.

આ પણ વાંચો : ક્યારે કરી શકાશે રામલલ્લાના દર્શન? મંદિર ટ્રસ્ટ દ્વારા સમય સૂચી જાહેર

PIC – Social Media

February Bank Holiday : વર્ષના પહેલા મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યાં છે. ફેબ્રુઆરી (February) શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે જો તમારે આગામી મહિનામાં બેંક (Bank) સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવાનું છે, તો તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં (February Bank Holiday) ઘણી રજાઓ છે. શનિવાર અને રવિવારની રજાઓ સિવાય ફેબ્રુઆરીમાં વસંત પંચમી, છત્રપતિ શિવાજી જયંતિ વગેરેના કારણે બેંકોમાં ઘણા દિવસો સુધી રજા રહેશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ફેબ્રુઆરીમાં આટલા દિવસો સુધી બેંકો બંધ રહેશે

ફેબ્રુઆરીના 29 દિવસમાંથી 11 દિવસ બેંકમાં રજા રહેશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે. ગ્રાહકોની સુવિધા માટે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) મહિનાની શરૂઆત પહેલા રજાઓની યાદી બહાર પાડે છે જેથી ગ્રાહકોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે. બેંક એક આવશ્યક નાણાકીય સંસ્થા છે. આવી સ્થિતિમાં, જ્યારે લાંબી રજા હોય છે, ત્યારે ઘણા મહત્વપૂર્ણ કાર્યો અટવાઇ જાય છે. આવી સ્થિતિમાં, જો તમારે ફેબ્રુઆરીમાં બેંકમાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું હોય, તો બેંકની રજાઓની સૂચિ અહીં જોઈ શકો છો.

ફેબ્રુઆરી 2024માં આટલા દિવસો સુધી બેંકો બંધ રહેશે

4 ફેબ્રુઆરી 2024- રવિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
10 ફેબ્રુઆરી 2024- મહિનાના બીજા શનિવારના કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.
11 ફેબ્રુઆરી 2024- રવિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
14 ફેબ્રુઆરી 2024- વસંત પંચમી અથવા સરસ્વતી પૂજાને કારણે અગરતલા, ભુવનેશ્વર, કોલકાતામાં બેંકો બંધ રહેશે.
15 ફેબ્રુઆરી 2024- લુઇ-ન્ગાઇ-નીને કારણે ઇમ્ફાલમાં બેંકોમાં રજા રહેશે.
18 ફેબ્રુઆરી 2024- રવિવારના કારણે સમગ્ર દેશમાં રજા રહેશે.
19 ફેબ્રુઆરી 2024- છત્રપતિ શિવાજી જયંતિના કારણે મુંબઈમાં બેંકો બંધ રહેશે.
20 ફેબ્રુઆરી 2024- રાજ્ય દિવસના કારણે આઇઝોલ અને ઇટાનગરમાં બેંકો બંધ રહેશે.
24 ફેબ્રુઆરી 2024- બીજા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
25 ફેબ્રુઆરી 2024- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
26 ફેબ્રુઆરી 2024- ન્યોકુમને કારણે ઇટાનગરમાં બેંકોમાં રજા રહેશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

બેંક બંધ હોય ત્યારે આ રીતે તમારું કામ પૂરું કરવું

બેંકોમાં લાંબી રજાઓના કારણે અનેક વખત મહત્વના કામો અટવાઈ જાય છે. આવી સ્થિતિમાં, નવી ટેક્નોલોજીએ ગ્રાહકોના ઘણા કાર્યોને સરળ બનાવી દીધા છે. તમે ઘરે બેઠા નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અથવા UPI દ્વારા એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. તમે રોકડ ઉપાડ માટે ATM નો ઉપયોગ કરી શકો છો.