Asia University Rankings 2024: ભારતની કેટલી યુનિવર્સિટીને મળ્યું સ્થાન?

Spread the love

Jagdish, Khabri Media Gujarat

Asia University Rankings 2024: એશિયામાં ભારતની આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી દિલ્હીને ટોપ 50માં જગ્યા મળી છે. ક્વાક્વેરલી સાયમંડ્સે બુધવારે ક્યુએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ (Asia University Rankings) 2024 જાહેર કર્યું હતુ. જેમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી બેગ્લોરને 40મું અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી દિલ્હીને 46મું સ્થાન મળ્યું છે.

આ પણ વાંચો : Dahod : પિકઅપ વાહને અડફેટે લેતા, પરિવારના 3 લોકોના મોત

એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં ચીન અને ચીનની પેકિંગ યુનિવર્સિટી ટૉપ પર છે. ત્યાર બાદ હોંગકોંગ યુનિવર્સિટી બીજા નંબરે અને સિંગાપુરની નેશનલ યુનિવર્સિટી 3 નંબર પર છે. નાનયાંગ ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, સિંગાપુર અને સિંધુઆ યુનિવર્સિટીએ ચોથુ સ્થાન મેળવ્યું છે. ચીનની ઝેજિયાંગ યુનિવર્સિટીએ છઠ્ઠુ સ્થાન, ચીનની ફુડન યુનિવર્સિટીએ સાતમું, દક્ષિણ કોરિયાની યોનસેઈ યુનિવર્સિટીએ આઠમું અને કોરિયા યુનિવર્સિટીએ 9મું સ્થાન મેળવ્યું છે. જ્યારે ચાઇનીઝ યુનિવર્સિટી ઓફ હોંગકોંગે 10મું સ્થાન મેળવ્યું છે. આ વર્ષે ક્યુએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં એશિયાની કુલ 856 યુનિવર્સિટીઓ સામેલ છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

જો કે, આ વખતે ટોપ 100 યુનિવર્સિટીમાં ભારતની માત્ર 6 યુનિવર્સિટીનો જ સમાવેશ થયો છે. ગત વર્ષે એટલે કે 2023ની એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીનો સંખ્યા 7 હતી. જે નીચે અનુસાર છે.

ટોપ 100માંથી ભારતની 7 યુનિવર્સિટીઓ

આઈઆઈટી મુંબઈ – રેન્ક 40 (સ્કોર 67.2)
આઈઆઈટી દિલ્હી – રેન્ક 46 (સ્કોર 64)
આઈઆઈટી મદ્રાસ – રેન્ક 53 (સ્કોર 56.8)
આઈઆઈટી બેગલોર – રેન્ક 58 (સ્કોર 54.8)
આઈઆઈટી ખડગપુર – રેન્ક 59 (સ્કોર 54.5)
આઈઆઈટી કાનપુર – રેન્ક 63 (સ્કોર 53.4)

આ પણ વાંચો : રાષ્ટ્રીય ચેનલોની ટીઆરપી આવી ગઈ છે… કોણ ઉપર છે… કોણ નીચે છે?