ગુજરાતમાં ધ્રુજાવી મૂકતી ઠંડી સાથે શિયાળાનો વધુ એક રાઉન્ડ શરૂ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Gujarat Weather : ગુજરાતમાં શિયાળાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આજે વહેલી સવારથી જ ધ્રુજાવી મૂકે એવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આજથી ત્રણ દિવસ ઠંડીની સંભાવના છે.

આ પણ વાંચો : Live હત્યા : ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા પર છોડી 3 ગોળીઓ

PIC – Social Media

Gujarat Weather : ગુજરાતમાં શિયાળાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આજે વહેલી સવારથી જ ધ્રુજાવી મૂકે એવી ઠંડીનો અનુભવ થતા લોકોને ગરમ કપડા અને તાપણાનો સહારો લેવા પડ્યો છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આજથી ત્રણ દિવસ ઠંડીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થાય તેવી સંભાવના છે. બીજી બાજુ પવનની ગતિ પણ 20 થી 30 કિમીની ઝડપે ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અહીં નોંધાયું સૌથી નીચુ તાપમાન

ગુરુવારેે કચ્છનું નલિયા અને બનાસકાંઠાનું ડીસા 15 ડિગ્રી તાપમાન સાથે રાજ્યના સૌથી ઠંડા શહેરો રહ્યાં હતા. અન્ય શહેરોની વાત કરીએ તો રાજકોટ અને કેશોદમાં 16-16 ડિગ્રી, અમદાવાદમાં 18 ડિગ્રી, અમરેલીમાં 17.7 ડિગ્રી, વડાદરામાં 18.4 ડિગ્રી ભાવનગર અને સુરતમાં 19-19 ડિગ્રી તામપાન નોંધાયું હતુ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રાજ્યમાં અનુભવાશે ઠંડીનો ચમકારો

આજની વાત કરીએ તો હવામાન વિભાગ અનુસાર અમદાવાદ, આણંદ, અરવલ્લી, જુનાગઢ, પંચમહાલ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દાહોદ, ગાંધીનગર, મોરબી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પાટણ, જામનગર, કચ્છ, ખેડા, મહીસાગર સહિતના જિલ્લામાં તાપમાન 14 ડિગ્રીની નીચે રહે તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.