દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે વર્ષ-2023 રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવાઈ છે. જેમાં શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ

દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટેના પુરસ્કારની આવી જાહેરાત, આ રીતે કરી શકશો અરજી

Spread the love

Dinesh Rathod, Gujarat, Khabri Media

Bhuj (Kutch): દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે વર્ષ-2023 રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવાઈ છે. જેમાં શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યક્તિઓને પગભર કરવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ દિવ્યાંગ પારિતોષિક માટે અરજી કરી શકશે.

અરજીનો નમૂનો જિલ્લા રોજગાર ખાતાની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા જિલ્લા રોજગાર કચેરી-ભુજમાંથી વિનામૂલ્યે મળી શકશે.

અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું મેડીકલ સર્ટિફિકેટ અને અન્ય સબંધિત તમામ પ્રમાણપત્રો, દિવ્યાંગતા દર્શાવતા પોસ્ટકાર્ડ સાઈઝના ફોટા (02 કોપી) સહિત બિડાણમાં સામેલ રાખવા.

નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે પણ ફોર્મમાં દર્શાવેલા કોલમ મુજબની પુરેપુરી વિગતો જણાવવી તેમજ તેને સબંધિત જરૂરી બિડાણો અચૂક સામેલ કરવા.

ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, રૂમ નં-102/103-ભુજ (કચ્છ) ખાતે તા 30-11-2023 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વ્રારા મળી જાય તે રીતે મોકલી આપવા જણાવાયું છે.

આ પણ વાંચો: રાજકોટમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફોડી શકાશે ફટાકડા, પોલીસ કમિશ્નરનો આદેશ

અધુરી વિગત વાળી/નિયત સમય મર્યાદા બાદની આવેલી અરજી રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહીં. વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, રૂમ નં-102/103, ભુજ ખાતે રૂબરૂ સંપર્ક સાધવા રોજગાર અધિકારી, ભુજ-કચ્છ દ્વ્રારા જણાવાયું છે.