Gandhinagar : બેકાબૂ કાર ઝાડ સાથે અથડાતા સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત

Spread the love

Jagdish, Khabri Media Gujarat

Gandhinagar : ગાંધીનગર નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. કાર ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. કારની ભીષણ ટક્કરથી કારમાં સવાર 5 લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.

આ પણ વાંચો : ગુજરાતના વાલીઓ બાળકોને સાચવજો, શેરીએ શેરીએ ફરી રહ્યું છે મોત

મળતી વિગત અનુસાર કારમાં સવાર છ લોકો મોડી રાત્રે ફિલ્મ જોઈને ઘરે પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન અકસ્માત થયો હતો. ગાંધીનગર નજીક રાંધેજા પેથાપર હાઇવ પર કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બેકાબુ કાર ઝાડ સાથે અથડાતા જ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં કાર સવાર 6 લોકો પૈકી 5 લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. કારમાં સવાર તમામ લોકો માણસાના વતની હોવાનું સામે આવ્યું છે. હાલ પેથાપુર પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

અકસ્માતમાં મોત થયેલા લોકોની મહોમ્મદ અલ્ફાઝ, સલમાન કાસમ ચૌહાણ, અસ્પાક શબ્બીર ચૌહાણ, મહોમ્મદ સાજેબ બેલીમ, સાહિલ ચૌહાણનો તરીકે ઓળખ થઈ છે. જ્યારે પ્રાથમિક તપાસમાં તમામ લોકો માણસાના વતની હોવાનું સામે આવ્યું છે. જો કે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.