AN-32 Aircraft Wreckage : સાડા સાત વર્ષ પહેલા ભારતીય વાયુસેનાનું એએન-32 વિમાન ગાયબ થઈ ગયું હતુ. જેમાં 29 જવાન સવાર હતા. જો કે જવાનો સહિત વિમાન ક્યાં ગાયબ થયું તેનો કોઈ પતો લાગ્યો નહોતો. પરંતું હવે બંગાળની ખાડીમાં આશરે 3.5 કિમીની ઊંડાઈ પર વિમાનનો કાટમાળ મળ્યો છે. આ કાટમાળને નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓશન ટેક્નોલોજીએ શોધી કાઢ્યો છે.
આ પણ વાંચો : સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નહોતા ગયા નહેરુ, જાણો શું હતુ કારણ?
AN-32 Aircraft Wreckage : આશરે સાડા સાત વર્ષ પહેલા 29 લોકો સાથે ગુમ થયેલા ભારતીય વાયુસેનાના An-32 વિમાનનો સંભવિત કાટમાળ AN-32 Aircraft Wreckage બંગાળની ખાડીના ઊંડાણમાંથી મળી આવ્યો છે. આ કાટમાળ બંગાળની ખાડીમાં લગભગ 3.4 કિલોમીટરની ઉંડાઈએ મળી આવ્યો હતો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે, કે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજી દ્વારા તૈનાત ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ (AUV) દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી તસવીરોની તપાસમાં જાણવા મળ્યું છે, કે ચેન્નાઈના કિનારાથી 310 કિમી દૂર AN-32 વિમાનનો કાટમાળ છે.
2016માં વિમાન થયું હતુ ગાયબ
K-2743 નંબરનું ભારતીય વાયુસેનાનું AN-32 Aircraft 22 જુલાઈ, 2016ના રોજ એક મિશન દરમિયાન બંગાળની ખાડીમાં ગુમ થયું હતું. વિમાનમાં 29 કર્મચારીઓ સવાર હતા. ત્યાર બાદ મોટા પાયે શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ લાપતા થયેલા જવાનો સાથેના વિમાનનો કોઈ પતો લાગ્યો નહોતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કાટમાળ કેવી રીતે મળ્યો?
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મલ્ટી-બીમ સોનાર (સાઉન્ડ નેવિગેશન અને રેન્જિંગ), સિન્થેટિક એપરચર સોનાર અને હાઇ-રિઝોલ્યુશન ફોટોગ્રાફી સહિત બહુવિધ પેલોડ્સનો ઉપયોગ કરીને 3,400 મીટરની ઊંડાઈએ શોધ કરવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે શોધાયેલ ફોટોગ્રાફ્સના વિશ્લેષણમાં ચેન્નાઈ કિનારે લગભગ 140 નોટિકલ માઈલ (3.10 કિમી) દૂર સમુદ્રતટ પર ક્રેશ થયેલા વિમાનના કાટમાળની હાજરીનો સંકેત મળ્યો છે.