Yash Birthday : કેજીએફ સિરીઝથી આખી દુનિયામાં નામના મેળવનાર કન્નડ અભિનેતા યશનો આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ત્યારે તેના જન્મદિવસ પહેલા મોટી દુર્ઘટના સર્જાઈ છે.
આ પણ વાંચો : દુનિયાની 10 સૌથી રહસ્યમય જગ્યાઓ, લોકોના પ્રવેશ પર છે પ્રતિબંધ
Yash Birthday : કર્ણાટકના ગદગ જિલ્લામાં રવિવારે (7 જાન્યુઆરી) મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કન્નડ અભિનેતા યશના 38માં જન્મદિવસ નિમિતે ઇલેક્ટ્રિક પોલ પર તેનું બેનર લગાવતી વખતે ત્રણ લોકોને વીજ કરંટ લાગ્યો હતો. વીજ શોક લાગવાથી ત્રણેયના મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
તમને જણાવી દઈએ કે યશનું સાચું નામ નવીન કુમાર ગૌડા છે, તે સોમવારે (8 જાન્યુઆરી) પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. યશ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા અભિનેતામાંથી એક છે. તેણે 2007માં ‘જંબાડા હુદુગી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘રોકી’ (2008), ‘ગુગલી’ (2013) અને ‘મિસ્ટર એન્ડ મિસિસ રામચારી’ (2014)માં અભિનય કરીને ઘણી લોકપ્રિયતા મેળવી.
KGFને દેશ અને દુનિયામાં ઓળખ મળી
બ્લોકબસ્ટર KGF સિરિઝમાં રોકી ભાઈની ભૂમિકાએ તેમને દેશ-વિદેશમાં ઓળખ અપાવી હતી. ‘K.G.F: ચેપ્ટર 1’ તે સમયની સૌથી વધુ કમાણી કરનાર કન્નડ ફિલ્મ બની હતી. અને તેની સિક્વલ KGF ચેપ્ટર 2થી તેની ફેન ફોલોઈંગમાં વધુ વધારો થયો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
‘ટોક્સિક’ આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે
યશની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 10 એપ્રિલ 2025ના રોજ રિલીઝ થશે. KVN પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન ગીતુ મોહનદાસે કર્યું છે. આ ફિલ્મમાં યશ લીડ રોલમાં હશે. સાઈ પલ્લવી તેની સાથે હોવાના સમાચાર છે. જો આમ થશે તો આ તેની પ્રથમ કન્નડ ફિલ્મ હશે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી.