બૂલેટ ટ્રેનનુ બોનેટ લાંબુ કેમ હોય છે?
ભારતમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે વર્ષ 2027થી જાપાનની શિન્કાનસેન બૂલેટ ટ્રેન શરૂ કરવા માટે જોરશોરથી કામ શરૂ છે.
શું તમે ક્યારેય વિચાર્યુ છે કે જાપાનની બૂલેટ ટ્રેનનું બોનેટ આટલુ લાંબુ કેમ હોય છે.
લોકોને લાગે છે કે લાંબા બોનેટનો સંબંધ તેની સ્પીડ સાથે છે. પરંતું ચીનની બૂલેટ ટ્રેન સૌથી ઝડપી છે છત્તા તેનું બોનેટ આટલુ લાંબુ નથી.
જાપાનની બૂલેટ ટ્રેનની આવી ડિઝાઇન એટલા માટે બનાવામાં આવી છે કે જેથી ટ્રેન દ્વારા થતા અવાજને ઓછો કરી શકાય.
જો લાંબુ બોનેટ ન હોય તો જ્યારે 320 કિમી પ્રતિ કલાકની સ્પીડે બૂલેટ ટ્રેન સુરંગમાંથી પસાર થાય તો તેનાથી ખૂબ જ વધારે અવાજ પેદા થાય.
રિપોર્ટ અનુસાર, 1970ના દાયકાની બૂલેટ ટ્રેન જ્યારે ટનલમાંથી પસાર થતી તો નજીકના ઘરોના કાચમાં તિરાડો પડી જતી.
લાંબા બોનેટ પાછળનું કારણ એ પણ છે કે, તેનાથી ટ્રેન પર હવાનું દબાણ ઓછું થાય છે અને તેનાથી એનર્જી બચાવામાં મદદ મળે છે.