ટેડી ડે : જાણો, વેલેન્ટાઇન વિકમાં પાર્ટનરને ટેડી આપવાનું કારણ
વેલેન્ટાઈન વિકમાં પોતાના પ્રેમીને મનાવવા માટે અલગ અલગ દિવસ હોય છે. ક્યારેક રોજ ડે, તો ક્યારેક ચોકલેટ ડે, કે પછી પ્રોમિસ ડે, ટેડી દે તેમાંથી જ એક છે.
તમે વિચારતા હશો કે વેલેન્ટાઇન વિકમાં ટેડી ડે કેમ ઉજવવામાં આવે છે. અને તેનું પ્રેમ સાથે શું કનેક્શન છે. તો આવો તેના વિશે જાણીએ.
એક વાર યુએસના રાષ્ટ્રપતિ થિયોડોર રૂજવેલ્ટ જંગલમાં શિકાર કરવા ગયા, ત્યાં તેમના સહાયકે ઘાયલ રીંછને પકડી લીધુ.
તે રીંછની સ્થિતિ જોઇને રાષ્ટ્રપતિને દયા આવી ગઈ અને તેણે રીંછને મારવાની મનાઈ કરી દીધી.
તેના માટે તેના ઘણાં વખાણ થયા. પછી રીંછના બચ્ચાના આકારમાં એક રમકડુ બનાવામાં આવ્યું. તેનું નામ ટેડી રાખવામાં આવ્યું, કેમ કે રાષ્ટ્રપતિનું નિકનેમ ટેડી હતુ.
ટેડીની શોધ દરિયાદિલી, પ્રેમ અને કરૂણાને લીધે થઈ હતી. સાથે જ તે સોફ્ટ અને સુંદર પણ હોય છે. જેને જોઈ પ્રેમની ઈચ્છા પ્રબળ થાય છે.
વેલેન્ટાઇન વિકમાં પાર્ટનરને પ્રેમનો અનુભવ કરાવા માટે ટેડી બિયર આપી શકો છો અને તેને ઇન્પ્રેસ કરી શકો છો.
એટલુ જ નહિ. ટેડી બિયરના ડિઝાઇન અને રંગનું પણ વિશેષ મહત્વ છે. જેમ કે પિન્ક ટેડી દોસ્તી અને સંબંધને તક આપવાનું પ્રતિક છે.
જ્યારે ગુલાબ અને દિલ પકડેલુ ટેડી પ્રેમનું પ્રતિક છે. પાર્ટનર પાસે પ્રેમનો એકરાર કરવા માટે તમે હાર્ટ વાળુ ટેડી આપી શકો છો.