ઘરના મંદિરમાં કોડીઓ રાખવી શુભ છે કે અશુભ?
હિન્દુ ધર્મમાં કોડીઓનું વિશેષ મહત્વ છે. પૂજા પાઠમાં કોડીનો ઉપયોગ કરવામાં આવે છે.
કોડીઓ ધન સાથે સંબંધ ધરાવે છે. કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મીની પૂજા કોડી વગર અધૂરી રહે છે.
ઘણાં લોકો કોડીને ઘરના મંદિરમાં રાખે છે. પૂજા સ્થળે કોડીઓ રાખવી શુભ છે કે અશુભ, ચાલો જાણીએ...
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પૂજા ઘરમાં કોડી રાખવી શુભ માનવામાં આવે છે.
એવી માન્યતા છે કે પૂજા ઘરમાં કોડી રાખવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.
કહેવામાં આવે છે કે કોડી ધનને આકર્ષે છે. એટલા માટે કોડીઓને ધનની પાસે પણ રાખવામાં આવે છે.
કેસર અને હળદરના ઘોળમાં કોડીઓને પલાળીને રાખી દો. લક્ષ્મી પૂજા બાદ બે કોડીઓને અલગ અલગ ભાગોમાં લાલ કપડામાં બાંધી પોટલી બનાવી રાખો.
એક પોટલીને પૂજા ઘરમાં રાખી દો અને બીજી પોટલીને તિજોરીમાં રાખી દો. ધન લાભના યોગ બનશે.
આ જાણકારી, માત્ર માન્યતાઓ, ધર્મગ્રંથો અને વિભિન્ન માધ્યમો પર આધારિત છે. કોઈપણ જાણકારીને માનતા પહેલા નિષ્ણાંતની સલાહ જરૂર લો.