છેલ્લી IPLના સૌથી મોંઘા ટૉપ-5 ખેલાડી
ઇન્ડિયન પ્રિમીયર લીગ એટલે કે આઇપીએલ 2024નું આજે એટલે કે 19 ડિસેમ્બરે ઓક્શન થશે.
IPL 2024માં કુલ 333 ખેલાડીઓ પર બોલી લાગશે. જેમાં 214 ભારતીય, 119 વિદેશી અને 2 એસોસિએટ દેશોના ખેલાડી સામેલ હશે.
પરંતુ આજે અમે આપને ગત IPL એટલે કે IPL 2023ના એ 5 ખેલાડીઓ વિશે જણાવીશું કે જેના પર સૌથી ઊંચી બોલી લગાવાઇ હતી.
IPL 2023ની હરાજીમાં સૌથી મોંઘા ખેલાડીઓની યાદીમાં પહેલુ નામ સેમ કરનનું આવે છે.
સેમ કરનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે બોલિંગની સાથે સારી બેટિંગ પણ કરી શકે છે.
આ લિસ્ટમાં બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ખેલાડી કેમરૂન ગ્રીન હતો.
તેને મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો હતો. ગ્રીનને 17.50 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો હતો.
ત્રીજા નંબર પર કેએલ રાહુલ હતો જેને લખનઉ સુપર જાયન્ટ્સે રિટેન કર્યો હતો. તેના માટે રાહુલને 17 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યાં હતા.
સૌથી મોંઘા ખેલાડીઓની યાદીમાં ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ચોથા નંબરે હતો. જેને ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા 16.25 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યાં હતા.
પાંચમાં સૌથી મોંઘા ખેલાડીમાં વેસ્ટઈન્ડીઝના નિકોલસ પૂરનનું નામ આવે છે. જેને લખનઉં સુરપ જાયન્ટ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે
Khabri Media
ને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચુકશો નહિ.
વધુ વાંચો