સૌથી વધુ બૌદ્ધ ક્યા દેશમાં રહે છે?
બૌદ્ધ ધર્મના અનુયાયીઓની વસ્તી દુનિયાની કુલ વસ્તીની 6.6 ટકા છે.
આ ધર્મની ઉત્પતિ ભારતમાં થઈ હતી. તેને માનનાર લોકો મહાત્મા બુદ્ધ દ્વારા દેખાડેલા માર્ગનું અનુકરણ કરે છે.
બૌદ્ધ ધર્મની વધુ પડતી વસ્તી પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં છે.
આજે અમે આપને જણાવીશું કે ટકાવારીના હિસાબે સૌથી વધુ બૌદ્ધ ધર્મના લોકો ક્યાં દેશોમાં વસવાટ કરે છે.
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુંના લેટેસ્ટ આંકડા અનુસાર, બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સૌથી વધુ વસ્તી કંબોડિયામાં છે. અહીં 96 ટકાથી વધુ બૌદ્ધ લોકો રહે છે.
બીજા નંબરે થાઇલેન્ડ છે. અહીં 92 ટકાથી વધુ વસ્તી બૌદ્ધ લોકોની છે.
આ યાદીમાં ત્રીજા નંબર પર મ્યાનમાર આવે છે. અહીં 79 ટકાથી વધુ લોકો બૌદ્ધ ધર્મને માને છે.
ટકાવારી અનુસાર સૌથી વધુ બૌદ્ધ વસ્તીવાળા દેશોમાં ભૂટાન ચોથા નંબરે છે. અહીં આશરે 75 ટકા લોકો બોદ્ધ ધર્મ પાળે છે.
આ યાદીમાં 5માં નંબરે શ્રીલંકા છે. શ્રીલંકામાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સંખ્યા 68.60 ટકા છે.
આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે
Khabri Media
ને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.
વધુ વાંચો