હિન્દુ ધર્મમાં દાન કરવું એ પુણ્યનું કામ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર દાન કરવાથી જાતકને ઘણાં પ્રકારના શુભ ફળ પ્રાપ્ત થાય છે.
ધર્મિક વિદ્વાનો અનુસાર દાન કરવાથી જેટલું પુણ્ય મળે છે. એટલુ જ વગર વિચારે દાન કરવાથી તે વિનાશકારી સાબિત થાય છે.
આજે અમે આપને કેટલીક એવી વસ્તુઓના દાન વિશે જણાવીશુ, કે જેનુ ભૂલથી પણ દાન કરવું જોઈએ નહિ.
કોઈને ધારદાર કે અણીદાર વસ્તુઓનું જેમ કે કાતર, ચાકુ વગેરેનું દાન કરવું જોઈએ નહિ. માન્યતા અનુસાર આવું કરવાથી ભાગ્ય પર ઘણી ખરાબ અસરો થાય છે.
માન્યતા અનુસાર પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓનું દાન કરવાથી વ્યવસાય અને ઘરમાં નુકસાનીનો સામનો કરવો પડે છે.
ધાર્મિક શાસ્ત્રો અનુસાર, ઝાડુનું દાન કરવાથી આર્થિક તંગીમાં વધારો થાય છે. એવામાં ભૂલથી પણ ઝાડુનું દાન કરવું નહિ.
માન્યતા અનુસાર લોખંડમાં શનિદેવનો વાસ હોય છે. એવામાં જો તમે લોખંડના સામાનનું દાન કરો તો તમે આર્થિક તંગીનો શિકાર બની શકો છો.
શનિની સાડાસાતી દુર કરવા માટે સરસવના તેલનું દાન આપવામાં આવે છે. પરંતુ તમે પૈસા દીધા વગર કોઈની પાસેથી સરસવનું તેલ લો છો, તો તમારે શનિના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.
જો તમે ઘરમાં કારણ વગરનો ઘર કંકાસ ન ઈચ્છતા હો તો, તો ભૂલથી પણ માચિસનું દાન ન કરો. માન્યતા છે કે માચિસનું દાન કરવાથી પરિવારની શાંતિ ભંગ થાય છે.
નોટ - આ જાણકારી માત્ર માન્યતાઓ, ધાર્મિક ગ્રંથો અને વિવિધ માધ્યમો પર આધારિત છે. કોઈપણ જાણકારીને માનતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.