અંક જ્યોતિષમાં કોઈપણ વ્યક્તિની જન્મ તારીખથી તેના વ્યક્તિત્વ અને જીવન વિશે ભવિષ્યવાણી કરી શકાય છે.
અંક જ્યોતિષમાં મૂળાંકનું ઘણું મહત્વ છે. જન્મ તારીખના યોગથી મૂળાંક કાઢવામાં આવે છે.
અંક જ્યોતિષમાં કેટલાક મુળાંક એવા છે કે જેમાં જન્મ લેનાર જાતક ભાગ્યશાળી હોય છે.
4, 13, 22, 31 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 4 હોય છે. આ લોકો કમાલના રણનીતિકાર હોય છે. તેઓ ખુબ જ બુદ્ધિશાળી હોય છે.
મૂળાંક 4 વાળા લોકો મહેનતી હોય છે. તેઓ મહેનતના જોરે પોતાનું લક્ષ્ય મેળવે છે. તેઓ ખુબ જ વિકાસ કરે છે.
5, 14, 23 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 5 હોય છે. તેઓ ખુબ જ હોંશિયાર હોય છે. તેઓ એક સમયે અનેક કામો કરી શકે છે.
મૂળાંક 5ના લોકો સારા વ્યવસાયીકાર હોય છે. તેઓને એક જ વસ્તુ લાંબા સમય સુધી કરવાથી કંટાળો આવે છે.
જે લોકોને જન્મ 7, 16, 25 તારીખે થયો હોય તેનો મૂળાંક 7 હોય છે. આ લોકોમાં ગજબની નિર્ણય લેવાની ક્ષમતા હોય છે.
મૂળાંક 7ના લોકો ભાગ્યશાળી હોય છે. જીવનમાં દરેક પગલે ભાગ્ય તેનો સાથે આપે છે. અંક જ્યોતિષમાં આ મૂળાંકને લકી કહેવામાં આવે છે.
નોંધ - આ જાણકારી માત્ર માન્યતાઓ, ધર્મગ્રંથો અને વિભિન્ન માધ્યમો પર આધારિત છે. કોઈપણ જાણકારીને માનતા પહેલા નિષ્ણાંતની સલહા લેવી જરૂરી છે.