47 વર્ષિય રણદીપ હુડા જાન જોડશે, જાણો કોણ છે દુલ્હન?

Spread the love

Jagdish, Khabri Media Gujarat:

બોલીવુડમાં વધુ એક લગ્નના ઢોલ વાગવાની તૈયારી છે. જી હા, એક્ટર રણદીપ હૂડા પોતાના લાંબા સમયના રિલેશનશિપ બાદ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ લિન લેશરામ સાથે લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. જો કે કોઈપણ ધામધુમ વગર તેઓ લગ્ન કરશે. ઈ ટાઇમ્સના રિપોર્ટનું અનુસાર તેઓના લગ્ન નવેમ્બર મહિનાના અંત સુધીમાં થશે. જેમાં માત્ર બંનેના પરિવાર અને બેસ્ટ ફ્રેન્ડ જ સામેલ થશે.

આ પણ વાંચો : શેર બજારમાં રૂપિયાનો વરસાદ, આ કંપનીમાં રોકણ કરનારને ચાંદી-ચાંદી

PIC – Social Media

રણદીપ સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ, રણદીપ હુડા પોતાના લગ્નમાં મીડિયા તરફથી કોઈપણ પ્રકારનું એેટેન્શન ઈચ્છતા નથી. બંને લગ્ન બાદ સોશિયલ મીડિયામાં જાણકારી આપશે. આપને જણાવી દઈએ કે રણદીપ અને લિન લાંબા સમયથી રિલેશનમાં છે. પરંતું ક્યારે પણ બંનેમાંથી કોઈએ પોતાના સંબંધને લઈ વાત કરી નથી. જો કે સોશિયલ મીડિયા પર બંને એક બીજા માટે પોસ્ટ શેઅર કરતા રહે છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

આપને જણાવી દઈએ, કે રણદીપ અને લિનની ઉંમરમાં પણ મોટો તફાવત છે. રણદીપની ઉંમર 47 વર્ષ છે, જ્યારે તેની ગર્લફ્રેન્ડની ઉંમર 37 વર્ષ છે. રણદીપે પહેલીવાર પોતાના રિલેશન વિશે 2021માં લિનના જન્મદિવસ પર જણાવ્યું હતું. તેઓએ સોશિયલ મીડિયા પર લિનને હોટ ફજ કહ્યું હતું.

આ પણ વાંચો : દિવાળીની ભેટમાં આ કંપનીએ કર્મચારીઓને આપી SUV, પટાવાળાને પણ આપી કાર

PIC – Social Media

કોણ છે લિન લેશરામ?

લિન એક જાણીતી મોડલ અને એક્ટ્રેસ છે. તે મણિપુરની રહેવાસી છે. લિન ‘મેરી કોમ’, ‘રંગૂન’ અને ‘ઉમરિકા’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હાલમાં જ તે કરીના કપૂરની ફિલ્મ ‘જાને જાન’માં પણ જોવા મળી હતી. તે પહેલીવાર શાહરૂખ ખાન સ્ટારર ‘ઓમ શાંતિ ઓમ’ના એક કેમિયોમાં જોવા મળી હતી. ફિલ્મોમાં કામ કરતા પહેલા લિને મિસ નોર્થ ઈસ્ટ બ્યૂટી પેજેંટમાં ભાગ લીધો હતો અને ફર્સ્ટ રનર અપ બની હતી.