1 વર્ષમાં 11 લાખ લોકોએ લીધી પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રોની મુલાકાત

Spread the love

Jagdish, Khabri Media Gujarat

Regional Science Centres : લોકોને વિજ્ઞાન સુધી અને વિજ્ઞાનને લોકો સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ગુજરાતમાં વિજ્ઞાનિક પ્રવાસન સ્થળો વિકસાવવા માટે પાટણ, ભાવનગર, ભૂજ અને રાજકોટ ખાતે રૂપિયા 100 કરોડના ખર્ચે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. જેને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત 1 વર્ષમાં 11 લાખથી વધુ પ્રવાસીઓએ રિજિયોનલ સાયન્સ સેન્ટરો (RSC)ની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો : ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મળશે આ લાભ

પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રોનો ઉદ્શ્ય

પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો રાજ્યના જ્ઞાન કેન્દ્રો તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજીના સંશોધન માટે અને વૈજ્ઞાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટેના શ્રેષ્ઠ સ્થળ બનવાની દિશામાં સતત આગળ વધી રહ્યા છે. આ કેન્દ્રો સમગ્ર ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રચાર, પ્રસાર અને શિક્ષણ માટેના અનન્ય કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે અને સમાજના તમામ લોકો માટે વૈજ્ઞાનિક શિક્ષણને સુલભ અને આનંદપ્રદ બનાવે છે.

ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રચાર માટે અને વિદ્યાર્થીઓને ઇનોવેશન કરવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા રાજ્યના પાટણ, ભાવનગર, ભુજ અને રાજકોટ ખાતે ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટર (RSC)નું નિર્માણ કરવામાં આવ્યું છે.

RSC વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ હાથ ધરે છે

વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે વધુ ને વધુ લોકો આકર્ષાય તે હેતુથી આ સેન્ટરો ખાતે અનેક જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતના તમામ જિલ્લાઓ, ભારતના વિવિધ રાજ્યો અને વિદેશોમાંથી પણ લોકો વૈજ્ઞાનિક સંશોધનના આ કેન્દ્રો તરફ આકર્ષાયા છે. ઇન્ટરેક્ટિવ ગેલેરીઓ ઉપરાંત, આ સેન્ટર્સ વિવિધ વૈજ્ઞાનિક આઉટરીચ પ્રવૃત્તિઓ હાથ ધરે છે.

આ પણ વાંચો : Job News : SBIમાં ક્લાર્કની જગ્યા માટે આવી બમ્પર ભરતી

આ પ્રવૃત્તિઓમાં જિલ્લા કક્ષાની ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ, જિલ્લા કક્ષાની ગુજરાત STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ) ક્વિઝ, વર્લ્ડ સ્પેસ વીક, સ્કાય ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ્સ, નેશનલ મેથેમેટિક્સ ડે, નેશનલ સાયન્સ ડે, મિશન LiFE પર અવેરનેસ પ્રોગ્રામ, જનભાગીદારી દ્વારા ઇવેન્ટ્સ અને વર્કશોપ જેવી ઘણી મેગા ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટરો “લોકોને વિજ્ઞાન સુધી અને વિજ્ઞાનને લોકો સુધી લઈ જવું” ના થીમને અનુસરે છે.

ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

આ જિલ્લામાં વધુ 4 પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો તૈયાર કરાશે

GUJCOST આગામી સમયમાં વડોદરા, સુરત, જામનગર અને જૂનાગઢ ખાતે વધુ ચાર રિજિયોનલ સાયન્સ સેન્ટરોની સ્થાપના કરી રહ્યું છે. આ ઉપરાંત, GUJCOST એ રાજ્યના 23 જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર્સની કામગીરી શરૂ કરી છે. જેથી દરેક વ્યક્તિને વૈજ્ઞાનિક અનુભવો અને શૈક્ષણિક સંસાધનો સરળતાથી ઉપલબદ્ધ કરાવી શકાય તે સુનિશ્ચિત થાય.